18 February 2010

એક અવસરે

અચાનક હવે દાવ માંડે પછી શું ?
વિચારો કનડતા અંધારે પછી શું ?

ભલે આયખુ કોઈ અંબરે ઢંકાશે,
સ્પર્શે આજ કુમાશ ગાલે પછી શું ?

મહેફીલ કોને મળે'છે અનોખી,
હવે ખુદ એવા ભરોસે પછી શું ?

વહેમ નજરે વાત કે'વાય જાણે,
અકળ પ્રેમ નામે લૂંટાશે પછી શું ?

હવે આ અજબ દાવ એળે ગયો એ,
મરહમો વિંધાયેલ જખમે પછી શું ?

શબ્દોથી પિછાણે ભલે કૈ અંદાજે,
ભરમ તુટશે એક અવસરે પછી શું?

-કાંતિ વાછાણી

સ્નેહ નામે કરામત

હશે કોઈ તારી શરારત ફરી એ,
નહી તો મને ભુલે કેમ ફરી એ..?

બટકણા સંબંધો મળે છે અજાણે,
પછી વહે છે એ મૃગજળ ફરી એ.

થશે કૈ અનુભવ કણસતા દર્દમાં
વિવાદો મળે છે અચાનક ફરી એ.

ભલે કોઇ રહસ્યો ઘૂંટાય અભાવે,
વિચારો નકામા મળે છે ફરી એ.

સમીપે ટળવળી પ્રણયને ફસાવે,
હતી સ્નેહ નામે કરામત ફરી એ.

-કાંતિ વાછાણી
28-01-10