15 October 2009

વહેતા એ સપના

આંસુઓની ખારાશમાં વહેતા એ સપના
મે પણ જોયા દુઃખમાં વહેતા એ સપના

સુખમાં એ પહેલા મળે અજાણ થઈને
પછી કૈ સંતાપથી વહેતા એ સપના

શરૂઆત હશે માન્યુ, કે હકીકત લઈને,
આમ ઝરણાની જેમ વહેતા એ સપના.

કોઇ રસ્તે મળ્યા જાણે રાહદારી બનીને
લૈ આવે ફરી સુખના વહેતા એ સપના.

રોમરોમ બદલાશે વિચારોની આપ લે,
લીલાછમ મૃગજળના વહેતા એ સપના.

કાંતિ વાછાણી અને જિગ્નેશ.
(ઓર્કુટ મિત્ર એમ. કે.ની પ્રેરણાથી)

1 comment:

  1. Anonymous5:55 AM

    આંસુઓની ખારાશમાં વહેતા એ સપના
    મે પણ જોયા દુઃખમાં વહેતા એ સપના
    nice one.
    sapn jovani chut hoi 6.
    bus sarat etli ke pura thavni asha na rakho.
    shilpa keep it........

    ReplyDelete