15 May 2010

ગઝલમાં

લય ભલેને વહેરાય એ ગઝલમાં,
કૈ દર્દ તોય પડઘાય એ ગઝલમાં.

યાદના આ પુરાવા કોઇ આપે,
વાત કેવી લહેરાય એ ગઝલમાં,

ટેરવા ને મખમલી જોય બોલે,
વેદના થૈ વધેરાય એ ગઝલમાં,

કાયમી એક સરખા ક્યા વિચારો,
તોય જોને ગહેરાય એ ગઝલમાં.

કોઇ લાચાર થાશે વાત કરવા,
એમ વાઘા પહેરાય એ ગઝલમાં.

-કાંતિ વાછાણી

13 May 2010

પાણી પુરી

ઓ ..પાણી પુરી પાણી પુરી
તેના વિના ચાહત અધુરી,
રાખો મનમાં વાત મધુરી,

ઓ ..પાણી પુરી પાણી પુરી
ખાઓ વિના સંકોચ જરુરી,
હા થશે દિલની હોંશ પુરી,

ઓ ..પાણી પુરી પાણી પુરી
હું જોઉ છું જ્યારે પુરી વાળો,
ત્યારે યાદ આવે સુંગંધી વાળો

ઓ ..પાણી પુરી પાણી પુરી
ગજબ ખેચાણ એ પુરી તણું
મોં માં જાય તે થોડુ કે ઘણું

ઓ ..પાણી પુરી પાણી પુરી
ચોપાટી નો એ અજવાસ છે,
દોસ્ત, એ સિવાય બધુ બક્વાસ છે.

-કાંતિ વાછાણી-11-05-10

11 May 2010

ક્યાં મૌન છે

આભમાં અટવાય એ ક્યાં મૌન છે,
આ શક્યતા ખળભળે ક્યાં મૌન છે.

ચોતરફ બદલાય એ રંગો હવે,
સામટું એવુ સળવળે ક્યાં મૌન છે.

બોજથી કેવાય છે જીવન કવન,
ખ્યાલમાં કૈ બળબળે ક્યાં મૌન છે.

જે મળે છે તે ભલે રાજીખુશી,
ને અચાનક વલવલે ક્યાં મૌન છે.

કેટલી ભરપૂર મોસમ જાય છે,
ત્યાં સહજતા ધલવલે ક્યાં મૌન છે.

-કાતિ વાછાણી

10 May 2010

ભલામણ રજુ કરે

આ શરતમાં ક્યાં શિખામણ રજુ કરે,
ને પછી કર્જ એ ભલામણ રજુ કરે.

આજ તો મોકો મળે એ વાતનો,
જાતને ઠેલી ભલામણ રજુ કરે.

યાદ છે ભીનાશ સંકેલાય ગઈ,
ને પછી સહજ એ મથામણ રજુ કરે.

લાગણી કોના બળે જોવા મળે,
જાત ને બાળી મથામણ રજુ કરે.

આંખમાં કૈ સળવળે સપના હવે,
તોય ફોગટ એ ભલામણ રજુ કરે.

-કાંતિ વાછાણી

06 May 2010

સલાહ નામે

સલાહ નામે શિંગડા ન ભરાવ,
દર્દના નામે ભિંગડા ન ખણાવ.

હકીકત બાને એ તો આપે કૈ,
શબ્દો નામે થિગડા ન મરાવ.

શ્વાસ ચાલે એમ કોઇ શિખવે,
નાળી નામે પિંગડા ન ગણાવ.

સલાહ છે કે શીખામણ તે જાણે
વાતો નામે પિંજરા ન ભરાવ.

જો આમ હાંસલ થાય તો એ,
સલાહ નામે જિંથરા ન ધુણાવ.


-કાંતિ વાછાણી

27 April 2010

બોજ ક્યા ?

આ હયાતી આપણી ને મોજ ક્યાં ?
આ જનારી યાદમાં એ ખોજ ક્યાં ?

ઝાંઝવામાં વ્હાણનો આધાર લૈ,
જોતરાયો હું અચાનક બોજ ક્યાં ?

કોતરોમાં જેમ ઊછળતો મળુ,
એમ અદકેરુ વિચારુ મોજ ક્યા ?

તરત વાચાઓ વછૂટી કોઈની,
એ સફળતા જોય બોલે રોજ ક્યા ?

આંકશો પરિમાણ અધકચરુ ભલે,
એ જ શબ્દોનો વિષય છે બોજ ક્યા ?

-કાંતિ વાછાણી

ખબર ગઈ

ઉચાળા ભરીને હવે પાનખર ગઈ,
ઋતુને થયેલા દર્દની કસર ગઈ.

વને વન ખુશીઓ મહેકી અબોલી,
અકારણ રજુઆત થૈ તો કદર ગઈ.

અજાણે સજાવટ થઈ આંગણે તો,
ભીતરમાં રચાયેલ કૈ એ નજર ગઈ.

ટકોરા કમાડે અવિરત મળે એ,
કદી આ અચાનક વાતે કદર ગઈ.

પળે પળ ટહુકા ભલે દાનમાં લીધા,
છતાંય એ સમાચારની તો ખબર ગઈ.

-કાંતિ વાછાણી