30 July 2009

પડઘા બોલ્યાં

સથવારો સચવાયો ઉરમાં,
નયણે થી છલકાયો ઉરમાં.

છલકે સાગર જાણે મનમાં,
તરસે કોઈ સંવેદન ઉરમાં.

સહવાસે હરખાય મનમાં,
પળભર નો આભાસ ઉરમાં.

પરવાનો પળનો કૈ મનમાં,
ક્ષણ ની તરસ ભલે ઉરમાં.

પરવશ થાશે ફૂલ ચમનમાં,
મોસમ જાગી તારા ઉરમાં.

હળવાશ હતી મારા હૈયામાં,
અપવાદ હતો તારા ઉરમાં.

સમસ્યાઓ ગૂંથી ન મનમાં,
ત્યાં તો પડઘા બોલ્યાં ઉરમાં.

કાંતિ વાછાણી

7 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. સમસ્યાઓ ગૂંથી ન મનમાં,
    ત્યાં તો પડઘા બોલ્યાં ઉરમાં.

    wooow very nice one
    keep it..

    ReplyDelete
  3. છલકે સાગર જાણે મનમાં,
    તરસે કોઈ સંવેદન ઉરમાં.

    ખુબ સરસ ...!!!

    ReplyDelete
  4. SAARI VAAT !
    ANAND AAVI GAYO.............

    ReplyDelete
  5. sunder gazal.

    Sapana

    ReplyDelete
  6. છંદની લગભગ નજીક નજીક સરતું કાવ્ય...

    પણ ગઝલના બંધારણનો થોડોક અભાવ ખલે છે. રદીફ છે, મત્લા છે, શેર છે પણ કાફિયા ક્યાં છે?

    ReplyDelete
  7. Anonymous7:56 PM

    છલકે સાગર જાણે મનમાં,
    તરસે કોઈ સંવેદન ઉરમાં.

    wah ... khub saras..

    ReplyDelete